અંકલેશ્વર : સોમવારની સાંજના સમયે ધમરોળતી કુદરતીની આફત,પવનની તેજ ગતિ સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update
  • પવનની તેજ રફતાર સાથે વરસાદની તોફાની બેટિંગ

  • પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ થયા ધરાશાયી

  • વીજ લાઈને નુકસાની પગલે પુરવઠો ખોરવાયો

  • ઔદ્યોગિક વસાહતમાં શેડના પતરા પણ ઉડ્યા

  • વીજ પુરવઠો ખોરવતા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.અને પવનની તેજગતિ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થયા હતા,તેમજ વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી ધમાલ પામર છે.રાજ્યના બદલાયેલા ઋતુચક્રની ભારે અસર અંકલેશ્વરમાં પણ વર્તાય હતી.અચાનક બદલાયેલા વાતાવરણને પગલે સોમવારની સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો.અને સાથે વરસાદી ઝાપટાયે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું.
કુદરતી ધમાલમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી.તેમજ વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો.જ્યારે જાહેર રસ્તાઓ પર ભારે ટ્રાફિમજામ સર્જાય ગયો હતો.પવનની તેજ રફતાર અને વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદને પગલે જુના કાંસિયા ગામમાં લગ્ન મંડપ પણ ઉડી ગયો હતો.માત્ર અંદાજે પંદર મિનિટ કુદરતી ધમાલમાં જાણે સમગ્ર પંથકમાં અફરાતફરી સર્જી દીધી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ કેટલાક ઉદ્યોગોના શેડના પતરા પણ ઉડી ગયા હતા.જ્યારે વીજ કંપનીના વીજ તારને નુકસાન પહોંચતા વીજ પુરવઠો ખોરવાયો હતો.જેની સીધી અસર ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર પડી હતી.તો બીજી તરફ ડિજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.