અંકલેશ્વર: પાનોલીના M.S.જોલી ઓડિટોરિયમમાં ફાયર સેફટીના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઇ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે

New Update

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટી બાબતે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઇ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે ત્યારે ફાયર સેફટી બાબતે ઉદ્યોગપતિઓમાં રહેલી મૂંઝવણ દૂર થાય તે માટે અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ એમ. એસ.જોલી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉદ્યોગપતિ એલ.કે. ડુંગરાણીએ ફાયર સેફ્ટીના નિયમો બાબતે ઉપસ્થિતોને જાણકારી આપી હતી. સરકારના ફાયર સેફટીના કાયદા તેમજ સમયાંતરે લેવામાં આવનાર કાળજી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories