અંકલેશ્વર: અતુલ કંપનીમાં MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

New Update

અંકલેશ્વરની અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું

અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ - સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે,  એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન છે. જે અંતર્ગત અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના પ્રવિણ મોરે સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. અતુલ કંપનીએ તેની પ્રથમ સાઇટ પર લગભગ 10 લાખ વૃક્ષોનું જતન કર્યું છે.આ વૃક્ષારોપાણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં કરવામાં આવશે. ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ 50 પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે જેના ભાગરૂપે મેગા પલાન્ટેશન ડ્રાઇવ યોજાય રહી છે.
Latest Stories