અંકલેશ્વર : આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,MLA ચૈતર વસાવાની ઉપસ્થિતમાં કોંગ્રેસ-ભાજપના સભ્યો આપમાં જોડાયા

જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા,અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા.....

New Update
  • આપ દ્વારા  ગુજરાત જોડો જનસભા યોજાઈ

  • MLA ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યોજાઇ સભા

  • સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

  • કોંગ્રેસ,ભાજપના સભ્યો આપમાં જોડાયા

  • ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા હતા.

અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી આપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા,અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.તેમજ ભાજપ,કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.અને આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઝંપલાવવા માટેની તૈયારી તેઓએ દર્શાવી હતી.

Latest Stories