/connect-gujarat/media/media_files/2024/10/27/MRsP8Lb1CEiqW85wc1Bh.jpg)
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ એશિયાડ નગર નજીક તારીખ છઠ્ઠી ઓક્ટોબર ના રોજ બોલેરો પિક અપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ત્યારે પોલીસે અકસ્માતના ગુનાના આરોપીને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી જેમાં નજીકની જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી એનાલિસિસ કરવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો નંબર જીજે 16 એડબ્લ્યુ 4538ને શોધી કાઢ્યો હતો અને તેના ચાલક નેત્રંગના રહેવાસી પરસોતમ વસાવાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી પરસોત્તમ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.