/connect-gujarat/media/media_files/2025/02/19/QzG5x2uR7sXkS6P2o2po.jpg)
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આગળ ચાલતી કારે અચાનક બ્રેક મારતા પાછળથી અન્ય ચાર વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ.
બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને આગળ રવાના કરી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. છે કે નર્મદા બ્રિજ પર અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. પોલીસ દ્વારા બ્રિજ પર વાહન ચલાવવા માટે સ્પીડ લિમિટ પણ રાખવામા આવી છે. આમ છતાં આડેધડ દોડતા વાહનોના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.