New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે ઇક્કો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગેવગે થવાનો છે.જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી.તે દરમિયાન પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા 7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઝઘડિયાના રાજપાડીના ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ, મહંમદ જુબેર મહેબુબખાન ખોખર અને સુમીત વસાવાની ધરપકડ કરી હતી.જે ત્રણેય ઈસમોની અટકાયત કરી તેઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેય ઈસમોના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે તેઓની વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories