/connect-gujarat/media/media_files/dExhuiLfEUAEInjqTxr6.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.અને તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જય મુરલીધર કોલડ્રિન્ક એન્ડ સોપારીના દુકાન પાસેથી ભરૂચ એસ.ઓ.જીએ બાતમીના આધારે એક્ટિવા પર ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા,અને 2 લાખથી વધુનો ગાંજો તેમજ મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ રાજ પેલેસ મહાલક્ષ્મી મંદિરની સામે આનંદ મહેલ રોડ અડાજણ સુરત ખાતે રહેતો વધુ એક આરોપી દેવર્ષિ હનીભાઈ વાંકાવાલાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઝડપી પાડ્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.