અંકલેશ્વર: ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું વધુ એક કૌભાંડ ઝડપાયું, 15 દિવસમાં ચોથો બનાવ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી ૪ ગેસના સીલીન્ડર અને રીફીલીંગ પાઈપ તેમજ ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • અંકલેશ્વરમાંથી ઝડપાયું કૌભાંડ

  • ગેસ રિફીલિંગનું વધુ એક કૌભાંડ ઝડપાયું

  • ગેરકાયદેસર રીતે રિફિલ કરવામાં આવતો હતો ગેસ

  • વેપારીની પોલીસે કરી ધરપકડ

  • 15 દિવસમાં ચોથી વાર કૌભાંડ ઝડપાયુ

Advertisment
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાલ ચોકડી સ્થિત મહિન્દ્ર નગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપી પાડી વેપારીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાલ ચોકડી સ્થિત મહિન્દ્રા નગરમાં આવેલ શિવ શંકર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ઉદય મંડલ ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૪ ગેસના સીલીન્ડર અને રીફીલીંગ પાઈપ તેમજ ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને મહિન્દ્રા નગરમાં રહેતો ઉદયકુમાર કુલદીપ મંડલને ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીએ છે કે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડ મોટાપાયે ધમધમી રહ્યા છે માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પોલીસે જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવાનું આ ચોથું કૌભાંડ ઝડપી પાડ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories