અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ, 13 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું

અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી

New Update
IMG-20241018-WA0017
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા સૂચના આપી હતી. 
 જે અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપી અમિત ઉર્ફે મહેશ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી.કરજણના કંડારી ગામે રહેતો આરોપી આ અગાઉ પ્રોહીબિશનના 13 ગુનામાં ઝડપાય ચુક્યો છે અને તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.બી ડિવિઝન પોલીસે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories