/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી ચોરીને અંજામ આપે છે. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે ત્યારે હાંસોટ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઇ હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે
/connect-gujarat/media/media_files/2025/08/01/aiff-2025-08-01-21-21-37.jpg)