New Update
![Screenshot_2024-12-27-08-07-02-67_439a3fec0400f8974d35eed09a31f914](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2024/12/27/jHIa0VJC4J7olZgiBwa6.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર તાલુકાના હજાત ગામે રહેતો દશરત ઉર્ફે દશુ બાલુભાઇ વસાવાએ સમડી ફળીયામાં પોતાના ઘરની પાછળ આવેલ પોતાના કબ્જાની અવાવરુ ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે.
જે બાતમી આધારે હજાત ગામે સમડી ફળીયા દશરત ઉર્ફે દશુ બાલુભાઇ વસાવાના ઘરની પાછળ તેના કબ્જાની અવાવરૂ ઓરડીમાં રેઈડ કરી ઓરડીમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- ૩૬૦ કિંમત ૭૦,૨૫૪/-નો મુદામાલ ઝડપી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories