અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ CISF કેમ્પ ખાતે સાયકલ રેલીનું કરાયુ સ્વાગત, અધિક કલેકટર સહિતના અધિકારી રહ્યા ઉપસ્થિત

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરના આંબોલી ગામ પાસે સીઆઈએસેફ કેમ્પ ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું સ્વાગત

  • આંબોલી રોડ પર આવેલ CISF કેમ્પ ખાતે સ્વાગત કરાયુ

  • સીઆઈએસએફની સાયકલ રેલીનું સ્વાગત કરાયુ

  • અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત

  • સ્થાપના દિવસ નિમિત્તે નિકળી છે રેલી

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરના આંબોલી ગામ પાસે સીઆઈએસેફ કેમ્પ ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતું.આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા કરછના લખપતથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે વિવિધ જિલ્લામાં ફરી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી.અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સીઆઈએસેફના કેમ્પ ખાતે સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સદર કાર્યક્રમમાં અધિક કલેકટર એન.આર.ધાંધલ, અંકલેશ્વરના પ્રાંતઅધિકારી ભવદીપસિંહ જાડેજા,મામલતદાર કિરણસિંહ રાજપૂત, સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે સાયકલ યાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી  સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે.
Read the Next Article

અંકલેશ્વર: પાનોલી GIDCની નંદીની એગ્રો શેડ કંપનીમાં ચાલતું જુગારધામ ઝડપાયું, રૂ.28 લાખના મુદામાલ સાથે 9 જુગારી ઝડપાયા

બાતમીના આધારે પોલીસે જુગારધામ પર દરોડા પાડતા સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
  • અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા

  • નંદીની એગ્રો શેડ કંપનીમાં ચાલતું હતું જુગારધામ

  • કંપનીના ઉપરના માળે રમાય રહ્યો હતો જુગાર

  • 9 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

  • રૂ.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી 9 જુગારીયાઓને 28.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સી.ની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ,દક્ષેશ અમૃત પ્રજાપતિ,જયદીપસિંહ દિલીપસિંહ યાદવ,યોગેશ સીતારામ લીંબાલકર,ભદ્રેશ અનિલ પટેલ,અંકુર શાંતિ પટેલ અને વિજય રણજિત પરમાર,ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.