-
અંકલેશ્વરમાં ભાજપ દ્વારા આયોજન
-
દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરાયું
-
બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ કરાય
-
પ્રતિમા નજીક દીપ પ્રગટાવવામાં આવ્યા
-
ભાજપના કાર્યકરો જોડાયા
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિદ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.