અંકલેશ્વર: ભાજપ દ્વારા GST રિફોર્મ અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું કરવામાં આવ્યું આયોજન

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન

  • જીએસટી રિફોર્મ અંગે અપાય માહિતી

  • આગેવાનો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જીએસટી સુધારાની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબુદ્ધ નાગરિકોને  જી.એસ.ટી. અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા  ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નોટીફાઈડ એરિયાના પ્રમુખ જય તેરૈયા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહીત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories