23 જૂન શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
ભાજપે કરી શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ
શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસેઆપી શ્રદ્ધાંજલિ
વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની કરાઈ શરૂઆત
કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારાશ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણી,રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રી મંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણકરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.આ ઉપરાંત મોદી સુશાશનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.