New Update
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામમાં કરવામાં આવ્યું આયોજન
ઓમ તપોવન આશ્રમમાં આયોજન કરાયું
રક્તદાન શિબિર યોજાય
ધ્યાન શિબિર અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન
50 યુનિટ રક્ત એકત્રિત કરાયુ
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના ઓમ તપોવન આશ્રમ ખાતે વંદનીય નારાયણ સ્વામીના સાનિધ્યમાં ત્રી દિવસીય ધ્યાન શિબિરમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા શિબિરાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિરના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં અંદાજે ૫૦ જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતુ.અંકલેશ્વરની રોટરી કુમાળપાળ બ્લડ બેન્કના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
Latest Stories