અંકલેશ્વર: બ્રહ્મસમાજ GIDC એકમ દ્વારા રક્તદાન શિબિર યોજાય, 150 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

રક્તદાન એ મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
Advertisment

અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજન

Advertisment

બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

રક્તદાન શિબિર યોજાય

રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

આમંત્રીતો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું..

રક્તદાન એ મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisment
આ પ્રસંગે  સુરેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી એલ.બી. પાંડે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી,મહિલા પ્રમુખ રુપલ સી.જોશી, યુવા પ્રમુખ દર્શન જાની, મહામંત્રી ભાસ્કર આચાર્ય, પ્રોજેક્ટ ચેરમેન કંદર્પ તેરૈયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 150 યુનિટ જેટલું એકત્રિત કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં રક્તક્રાંતિ વીરનું બિરૂદ મેળવનાર રક્તદાતા ધર્મેન્દ્ર પટેલે 115મી વખત રક્તદાન કરી અન્યને પણ રક્તદાન કરવાની અપીલ કરી હતી.
Latest Stories