અંકલેશ્વર: કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પાસા એક્ટ હેઠળ ધરપકડ, રાજકોટ જેલમાં ધકેલાયો

 અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

New Update
  • અંકલેશ્વર પોલીસની કાર્યવાહી

  • કુખ્યાત બુટલેગર સામે કાર્યવાહી

  • પાસા હેઠળ બુટલેગરની ધરપકડ

  • બુટલેગરને રાજકોટ જેલમાં ધકેલાયો

  • પ્રોહીબિશનના 6 ગુના નોંધાયા હતા

અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.
અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રૂરલ પી.આઈ.  એચ.જી. ગોહિલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઈસમોની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર એવા દશરથ ઉર્ફે દશું વસાવા સામે પાસાની કાર્યવાહી કરવાની કવાયત શરુ કરી હતી. જેમાં અંકલેશ્વર શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથક ઉપરાંત રૂરલ અને હાંસોટ પોલીસ મથકમાં નોંધાયેલા તેના વિરૂદ્ધના ગણનાપાત્ર ગુનાની વિગતો એકત્ર કરી હતી અને તેને આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી ફાઈલ રજુ કરી હતી.
જે આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેના સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની મજૂરી સાથે હુકમ કરતા પાસા હેઠળનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. અંકલેશ્વર રૂરલ પોલીસે તેની તેના ધરેથી ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર અને હાંસોટમાં પ્રોહીબિશનના 6 જેટલા ગુના નોંધાયા હતા.
Latest Stories