અંકલેશ્વર: બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિતે પૂજન અર્ચન, આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સાથે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

  • પરશુરામ જન્મોત્સવની ઉજવણી

  • આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • બ્રહ્મ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સાથે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બ્રહ્મસમાજના આગેવાન હરીશ જોશી, ભાસ્કર આચાર્ય,ચંદુ જોશી,જનક પટેલ, બિપિન પટેલસહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની આરતી ઉતારવાનો લાભો લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.