અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર દ્વારા તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આયોજિત મહિલાઓ માટે કેન્સર  અવેરનેસ,હેલ્થ એન્ડ હાઇજીન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • કેન્સર અવેરનેસ,હેલ્થ એન્ડ હાઇજીન કાર્યક્રમ યોજાયો

  • ભારત વિકાસ પરિષદ તથા ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન

  • મહિલાઓ માટે યોજાયો ખાસ કાર્યક્રમ

  • મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત

  • જયાબેન મોદી હોસ્પિટલના ડોકટરે આપ્યું માર્ગદર્શન

ભારત વિકાસ પરિષદ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર દ્વારા તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આયોજિત મહિલાઓ માટે કેન્સર અવેરનેસ,હેલ્થ એન્ડ હાઇજીન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પ્રાંત સહ સંયોજિકા રૂપલ જોષી,ભૃગુ ભૂમિ શાખા સહસંયોજિકા અનંતા આચાર્ય સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમમાં જયાબેન મોદીહોસ્પિટલનાડોક્ટર ભક્તિ શ્રોત્રિયા ઉપસ્થિત રહીને કેન્સર અવેરનેસઅંગે માર્ગદર્શન આપ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.