/connect-gujarat/media/media_files/2025/03/02/7TtaTV3fJEZ4kpCwk2au.jpg)
અંકલેશ્વરમાં અકસ્માતની વધુ એક ઘટના બની હતી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર રાત્રિના સમયે પસાર થઈ રહેલ એક કાર અચાનક પલટી ગઈ હતી. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી.
કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બાજુ પર ખસેડી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું