અંકલેશ્વર: નેશનલ હાઇવે પર 2 વાહન વચ્ચે કાર બની સેન્ડવીચ,કારચાલકનું મોત

અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો

New Update

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું નિપજ્યુ હતું.

અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો રહ્યો હતો આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી.આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરૂ કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું  કારચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે

Read the Next Article

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
Screenshot (130)

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો.

તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે