અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે
જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.