અંકલેશ્વર: PM મોદીના માતા અંગે કરેલ ટિપ્પણીનો મામલો, અન્ય BJPના ભાષાભાષી સેલ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ કરાયા ધરણા પ્રદર્શન

બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા વિશે કરાયેલી ટીપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો..

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજન

  • પી.એમ.મોદીના માતા અંગે કરાયેલ નિવેદનનો વિરોધ

  • અટલજી જોગર્સ પાર્ક ખાતે ધરણા પ્રદર્શન

  • રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ

બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટીપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટીપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો હતો. ભાજપના અન્ય ભાષાભાષી સેલ તરફથી કાર્યક્રમ આયોજીત કરાયો હતો. વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટીપ્પણીના વિરોધમાં અંકલેશ્વર ભાજપ ના અન્ય ભાષા ભાષી સેલ તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અટલજી જોગર્સ પાર્ક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે  સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માફીની માંગણી કરવામાં આવીહતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અન્યભાષા ભાષી સેલના અશોક ઝા, અનિલ શુક્લા, અમૃત સાળુંકે, નોટીફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, ડૉ. નિતેન્દ્ર સિંહ દેવધરાસહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Latest Stories