New Update
/connect-gujarat/media/media_files/2024/10/26/xIcnLr01JJSxoizh3qrZ.jpg)
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ઢોર માલિકો દાદાગીરી સાથે ઢોરને પાંજરામાંથી છોડાવી લઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
રસ્તે રખડતા ઢોરના કારણે થતા અકસ્માતો નિવારવા અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં હાલ રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે નોટિફાઇડ એરીયા ઓથોરિટીની એક ટીમ જીઆઇડીસીમાં આવેલ સરદારપાર્ક રોડથી હોસ્પિટલને જોડતા રોડ પર ફરી રહી હતી તે દરમિયાન રસ્તે રખડતી ચાર ગાયોને પાંજરે પૂરવામાં આવી હતી. કર્મચારીઓની ટીમ આગળ જઈ રહી હતી તે દરમિયાન કેટલાક લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને કર્મચારીઓએ પાંજરામાં પૂરેલ ગાયને દાદાગીરી સાથે છોડાવી લઈ ગયા હતા.
આ અંગે નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અરજી આપી 4 અજાણ્યા પુરુષ અને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ બાદ ઢોર માલિકો દાદાગીરી સાથે ઢોર લઈ જતા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Latest Stories