New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
-
શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો
-
કારોબારી બેઠકનું પણ આયોજન
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના પર્વ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી ઉષા નાયડુ,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલ,જયકાંત પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.સાથે જ લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા ખભેથી ખભા મિલાવી કામ કરવાની હાકલ કરવામાં આવી હતી.
Latest Stories