New Update
અંકલેશ્વરમાં નિર્માણ પામશે ટ્રાન્સપોર્ટ નગર
કામગીરીનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ
રૂપિયા 32 કરોડનો કરવામાં આવશે ખર્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે ૫૦૦૦૦ ચોરસમીટરમાં રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઇને ત્યાં થઇ રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/04/transport-nagar-ankleshwar-2025-08-04-17-39-22.jpg)
તેઓએ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.અંકલેશ્વર ઔધોગિક વસાહતના થયેલ અભુતપુર્વે વિકાસના પરીણામે ઉધોગો માટે અસંખ્ય તકોનું નિર્માણ થયેલ છે. આ તકોના સર્જનના પાયામાં ભારે વાહનો ઉપયોગ આર્શીવાદરુપ બની રહે તે બાબતને સાર્થક કરવા અને જીઆઇડીસી અંક્લેશ્વર વસાહતની ટ્રાફીક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહકારથી જીઆઇડીસી દ્વારા ટ્રાન્સપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ ૫૧૦ જેટલા નાના મોટા વાહનોને પાર્કીંગની સુવિધા પુરી પાડવા માટે સક્ષમ છે, તેમજ ઉધોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે ૧૩ મીટર ઉચાઇ વાળા કુલ ૩૧૨૫ ચો.મીના વેરહાઉસનું પણ નિર્માણ હાલ પ્રગતિમાં છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડિ.કે.સ્વામી, અરૂણસિંહ રણા, રિતેષ વસાવા, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જી.આઇ.ડી.સીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories