New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/mixcollage-01-jul-2025-10-27-am-8673-2025-07-01-10-27-55.jpg)
અંકલેશ્વરમાં ચોમાસાની સિઝનમાં જર્જરીત મકાન ધરાશયી થવાના અનેક બનાવો બને છે ત્યારે ભડકોદ્રા ગામમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ તોરલ એપાર્ટમેન્ટની ગેરેલીનો એક ભાગ અચાનક જ ધારાશયી થઈ ગયો હતો.ગેલેરી ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી અને અહીં રહેતા રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. જોકે આ દુર્ઘટના બની ત્યારે નીચેથી કોઈ પસાર થતું ન હોય સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.આ અંગે રહીશોએ આક્ષેપ કર્યા છે કે આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી જોવા શુદ્ધ આવ્યું ન હતું
Latest Stories