સુરેન્દ્રનગર : બેસતા વર્ષની જૂની પરંપરા આજે પણ છે જીવંત,ગાયોના ધણને દોડાવીને વડીલો ગામ માટે સારા શુકનની કરે છે આગાહી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામની બેસતા વર્ષના દિવસની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.માલધારીઓ ગૌમાતાને શણગાર કરીને ગામના પાદરમાં દોડાવે છે,

New Update
  • આદરીયાણા ગામની અનોખી પરંપરા

  • બેસતા વર્ષની જૂની પરંપરા આજે પણ જીવંત

  • ગ્રામજનો મહાદેવજીના મંદિરે થાય છે એકઠા

  • ગાયોના ધણને દોડાવવાની છે પરંપરા

  • વડીલો ઉડતી રજ પરથી કરે છે શુકનની આગાહી    

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામની બેસતા વર્ષના દિવસની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.માલધારીઓ ગૌમાતાને શણગાર કરીને ગામના પાદરમાં દોડાવે છે,આ પ્રસંગે ઉડતી રજકણથી વડીલો ગામ માટે સારા શુકનની આગાહી કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ આદરીયાણા ગામમાં તમામ જ્ઞાતિના લોકો મહાદેવજીના મંદિરમાં ભેગા થાય છે. અને ગામના પ્રશ્નોની ચર્ચા કરે છે.જેમાં પંડ્યા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ અંગેની ચર્ચા કરવામાં આવી હતી,સાથે ગામના એક યુવાનની બીએસએફમાં ભરતી થઈ હોવાથી દેશસેવા માટે ગયેલા આ યુવાનનું ગામના આગેવાનો દ્વારા જાહેરમાં સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં આજના નવા વર્ષના પ્રથમ દિવસે ગામના માલધારીઓ પોતાની ગાયોને શણગારી શિંગડાઓને રંગી ખરિયોને રંગી કોટમાં ઘૂઘરા બાંધી અને ગામના પાદરમાં ભેગા થયા હતા. આખા ગામના તમામ માલધારીની ગાયોને ભેગી કરવામાં આવી હતી અને પછી દક્ષિણથી ઉત્તર તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ આ ગાયોને વારંવાર દોડાવવામાં આવી હતી.ગાયો જ્યારે દોડે છે અને એની રજ  ગામ ઉપર જાય છે એટલે ગૌરજથી ગામની સમૃદ્ધિ સુખાકારી અને આરોગ્ય વધે છે એવી પુરાની માન્યતા છે. આ માન્યતા પ્રમાણે આ વખતે પણ ભારે ધામધૂમથી ગાયોને દોડાવવામાં આવી અને પવનની દિશા અને ગૌરજને ઉડતી જોઈ ગામના વડીલોએ ગામ માટે સારા શુકનની આગાહી કરી હતી.

Latest Stories