છોટાઉદેપુર : દિવાળીના તહેવાર પર લોહીની હોળી રમાઈ, ખડકલા ગામે દાદાની હત્યા કરનાર કોપાયમાન પૌત્રની ધરપકડ...

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં રહેતા પરિવારમાં દિવાળીના તહેવાર પર નજીવી બાબતે લોહીની હોળી રમાઈ હતી.

New Update
  • બોડેલી તાલુકાના ખડકલા ગામની ચકચારી ઘટના

  • સીમમાં રહેતા એક પરિવારમાં ખૂની ખેલ ખેલાયો

  • બાઈકની ચાવી માંગવા જેવી નજીવી બાબતમાં હત્યા

  • પૌત્રએ દાદાને બેરહેમીથી માર મારી પરધામ પહોચાડ્યા

  • કોપાયમાન પૌત્રની બોડેલી પોલીસ દ્વારા ધરપકડ કરાય

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં રહેતા પરિવારમાં દિવાળીના તહેવાર પર નજીવી બાબતે લોહીની હોળી રમાઈ હતી. જેમાં દાદાને બેરહેમી પૂર્વક લાકડીના ફટકા મારી પરધામ પહોંચાડનાર કોપાયમાન પૌત્રની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના સોંઢવાં ગામના બલિયા ભીલ 2 પુત્રો સાથે ખેતીકામ કરતાં હતાજેમાં મોટો પુત્ર પોતાના 4 પુત્રો સાથે મોરબીના હળવદ વિસ્તારમાં મજુરી અર્થે ગયા હતાજ્યારે પાંચમો પુત્ર કાનજી ભીલ પોતાના દાદા અને કાકા સાથે ખડકલા ગામે રહેતો હતો. બલિયા ભીલના પુત્ર જામસીંગ ભીલ પાસે તેના ભત્રીજા કાનજી ભીલે મોટર સાયકલની ચાવી માંગી હતી.

જોકેજામસીંગ ભીલએ ચાવી ન આપતાંભત્રીજો કાનજી ભીલ ઉશ્કેરાયો હતોઅને તેના દાદાની લાકડી વડે કાકા ઉપર તૂટી પડી ઢોર માર માર્યો હતો. આ દ્રશ્ય જોતા બલિયા ભીલ પોતાના પુત્ર જામસીંગ ભીલને બચાવવા પુત્રની ઉપર આવીને સુઈ ગયા હતા. તેમને એમ હતું કેતેમનું લોહી તેમના પર હાથ નહીં ઉપાડે અને રહેમ કરશે. પરંતુ કોપાયમાન થયેલા પૌત્રએ 85 વર્ષના દાદા ઉપર સહેજ પણ દયા રાખી નહીંઅને માર મારવાનું યથાવત રાખ્યું. જેમાં માથાપગ અને આંખના ભાગે બેરહેમી પૂર્વક માર મારતા વૃદ્ધ દાદાનું મોત થયું હતું. આમ સમગ્ર મારામારીની ઘટના હત્યામાં પરીણમી હતી. અરે ઉલ્લેખનીય છે કેનજીવી બાબતે પૌત્રએ દાદાને બેરહેમી પૂર્વક લાકડીના ફટકા મારી પરધામ પહોંચાડી દીધા છેત્યારે હાલ તો બોડેલી પોલીસે હત્યાના આરોપમાં પૌત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories