અંકલેશ્વર: બિસ્માર માર્ગોના પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રાંત અધિકારીને પાઠવાયું આવેદનપત્ર

અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર્ક બનતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસકો પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update
  • અંકલેશ્વરમાં માર્ગો બન્યા બિસ્માર

  • કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રદર્શન યોજાયું

  • શાસકો પર ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ

  • માર્ગોના સમારકામની માંગ

અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર્ક બનતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસકો પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
અંકલેશ્વર  શહેર તથા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત અને પ્રિમોન્સૂન કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આજે પ્રાંત અધિકારી કચેરી પર ધામા બોલાવ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા સુધારો, ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચારો કર્યા હતા અને તાત્કાલિક કામગીરીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,નાઝુ ફડવાલા, કોંગ્રેસના આગેવાન જયકાંત પટેલ, શહેર પ્રમુખ શરીફ કાનુગા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે તાલુકામાં શૌચાલય કૌભાંડ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી
Latest Stories