અંકલેશ્વર: કોંગ્રેસની વોટ ચોર, ગદ્દી છોડ જન અધિકાર જનસભા યોજાય, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

અંકલેશ્વરમાં માશારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું

  • જન અધિકાર જન સભા યોજાય

  • ભાજપ સરકાર પર કરાયા પ્રહાર

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

અંકલેશ્વરના માશારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
દેશવ્યાપી જન અધિકાર અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર, ગદ્દી છોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જનસભામાં પૂર્વ મંત્રી ભીખા રબારી, મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, વિપક્ષના નેતા જાહાગીરખાન પઠાન, ઈકબાલ ગોરી, અંકલેશ્વર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓની ટીકા કરવામાં આવી હતી.
Latest Stories