અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની તૈયારી
નગર સેવા સદન દ્વારા તૈયારીઓ શરૂ કરાય
3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયુ
નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત
સ્થાનિક તરવૈયાઓની પણ લેવાશે મદદ
દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશમહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં જૂની દીવી ગામ નજીક આવેલ બળિયા બાપજીના મંદિર પાછળ, જળકુંડ અને સુરવાડી ગામ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે.
વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે.શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે..