New Update
અંકલેશ્વરના નવાપુન ગામમાંથી ફાગવેલ ધામ ખાતે પદયાત્રા નીકળેલ દંપતી સહીત તેઓના એક વર્ષનો પુત્ર પણ જોડાયો હતો ત્યારે પરિવાર 200 કી.મી.ની પદયાત્રા કરી ભાથીજી મહારાજના દર્શન કરશે
અંકલેશ્વરના નવાપુન ગામમાં રહેતા મહેશભાઈ પટેલ વીર ક્ષત્રિય ભાથીજી મહારાજમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી ફાગવેલ સુધી પદયાત્રા કરી દર્શન અર્થે જાય છે આજરોજ પોતાની પત્ની સાવિત્રી પટેલ અને એક વર્ષીય પુત્ર ધ્યાન સાથે ફાગવેલ ખાતે જવા નીકળ્યા હતા.પતિ પત્ની સાથે બાળક પણ આ પદયાત્રામાં જોડાયો છે.
પરિવાર 6 દિવસમાં 200 કી.મી.જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાથીજી મહારાજના દર્શન કરશે. પરિવાર એક દિવસમાં 30 કી.મી.જેટલું ચાલે છે. તેઓ સાથે એક વર્ષનું બાળક પણ બાબાગાડી સાથે જોડાતા તેઓની અનન્ય ભક્તિના દર્શન થઈ રહ્યા છે.
Latest Stories