અંકલેશ્વર: GIDCની જલધારા ચોકડી નજીક ગાયે વૃદ્ધને શીંગડે ચઢાવ્યા, ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ

અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક

New Update
cow
Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
Advertisment

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસ અને દિવસે વધી રહ્યો છે ત્યારે રખડતા પશુના કારણે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જલધારા ચોકડી નજીક મૌર્ય રેસીડેન્સી પાસે રસ્તે રખડતી ગાયે વૃદ્ધને શિંગડે ચઢાવ્યા હતા. વૃદ્ધને ગાએ શીંગડે ચઢાવતા તેમને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રત વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસમડી પાસે પણ રખડતા પશુ સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories