New Update
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કીંગમાંથી શંકાસ્પદ કેમીકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક ઇસમને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે. હાલ આ ટેન્કર એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરીયર ટ્રાન્સપોર્ટના પાર્કીંગ ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળા ટેન્કરમાં ચેક કરતા તેમાંથી કાળા જેવા કલરનું કેમીકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જી.પી.સી.બી અને એફ.એસ.એલ.અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ લઈ એફ.એસ.એલ. સુરત ખાતે મોકલી આપ્યું હતું અને ટેન્કરમાથી ૭ લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી કુલ 27.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે મૂળ યુપી અને હાલ બનાસ કેરીયરના કંપાઉન્ડમાં રહેતો શનીકુમાર ગૌતમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories