અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે દઢાલ ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર  સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો

New Update
gujarat crime
Advertisment
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના દઢાલ ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા ચાર જુગારીયાઓને 18 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા 
Advertisment
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર  સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો  તે દરમ્યાન બાતમી મળેલ કે દઢાલ ગામના  ખાડી ફળીયામાં આવેલ ચુડેલમાતાની ડેરી પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૮ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના જુગારી સાજીદ એહમદભાઇ શાહ,ફતેસીંગ સુકાભાઇ વસાવા અને અર્જુન માનસીંગભાઇ વસાવા તેમજ ડાહ્યા ચીમનભાઇ વાઘેલાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો
Latest Stories