અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે લોખંડના સળિયાના શંકાસ્પદ જથ્થા સાથે 5 ઇસમોની કરી અટકાયત, રૂ.23 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો  સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-એમ.એચ.18.બી.જી.5566માં  લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે.

New Update

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરરાઇઝ વે બ્રિજ નજીકથી ટ્રકમાં લઈ જવાતા શંકાસ્પદ લોખંડના સળિયાના જથ્થા સાથે પાંચ ઈસમોને રૂ.23.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો  સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-એમ.એચ.18.બી.જી.5566માં  લોખંડના સળિયા ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવનાર છે. હાલ આ ટ્રક રાજપીપળા ચોકડી સ્થિત ચૌધરી કોમ્પ્યુટરરાઇઝ વે બ્રિજ નજીક ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રકને પકડી તેમાં તપાસ કરતાં તેમાંથી લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે સળિયા અંગે મધ્ય પ્રદેશના યશવંત સીતારામ આવાસે,અંતરસિંગ નરગામે ભિલાલા અને રામ નિવાસ રામનારાયણ ગૌતમ તેમજ મનદીપસિંગ વિક્રમસિંગ રાજપૂત,અનસ ઇદ્રીશ કુરેશીની પૂછપરછ કરતાં પાંચેય ઇસમોએ સંતોષકાર જવાબ નહીં આપતા પોલીસે અનસ ઇદ્રીશ કુરેશીની વધુ પૂછપરછ કરતાં તેને આ જથ્થો મનદીપસિગે આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે પાંચેય ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 9265 કિલો સળિયાનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ 23.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories