અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પશુ ચોરીના ગુનામા સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પશુ ચોરીના ગુનામા સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ માંગરોલના ખાનદાન ફળિયામાં રહેતો વિલાલ હાજી સિંધીને ઝડપી પાડ્યો.

New Update
accussed Arrest
ભરૂચ એલસીબીએ ત્રણ પોલીસ મથકના પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના વાલિયા,અંકલેશ્વર સહિતના પોલીસ મથકના પશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સુરતના માંગરોલ ખાતે તેના મામાના ઘરે આવ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને મૂળ રાજસ્થાન અને હાલ માંગરોલના ખાનદાન ફળિયામાં રહેતો વિલાલ હાજી સિંધીને ઝડપી પાડ્યો.
તેની પૂછપરછ કરતા તે અગાઉ ઝડપાયેલા રફીકખાન અસલ્મ ખાન,સિદ્દીક સુલતાન ખાન અને શોયબ અલી સુલેમાન અલી સાથે મળી અંકલેશ્વર, વાલિયા અને ઝઘડિયા વિસ્તારમાં પશુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.જ્યારે વાલિયા તાલુકાના દેસાડ ગામેથી બે ભેંસોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
Latest Stories