New Update
/connect-gujarat/media/media_files/2025/03/13/ONM6ktVarDvfOsH1knbj.jpg)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ એલસીબીનો સ્ટાફ હોળી-ધૂળેટી પર્વમાં પેટ્રોલીંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હરેશ પ્રભુ વસાવા પોતાના મળતિયા મારફતે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના ધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસના દરોડાને પગલે બાઈક સાથે ઉભેલ બે પૈકી એક ઇસમ ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૫૪ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૦૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પંચાટી બજાર પાંજરાપોળ પાસે રહેતો સુજલ સંતોષ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર હરેશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.