New Update
ભરૂચ એલસીબીએ રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઈનની બાજુમાંથી જુગાર રમતા 4 જુગારીઓનીની ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઈનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 500 કવાટર્સ સ્થિત આર.બી.એલ ખાતે રહેતો જુગારી દીપતેશ અશોક પટેલ,આશિષ સુરેશ તિવારી,મોહિત રામ પ્રસાદ માલી તેમજ રાજકમલ રમેશ માલીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories