અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે બારકોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, રૂ.1.40 લાખના મુદામાલ સાથે 5 આરોપીની ધરપકડ

બાકરોલ ગામના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા

New Update
Bakrol Village
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ બાકરોલ ગામના ખેતરમાં  કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહો હાથ ધરી છે.આ મામલામાં પોલીસે સુનીલભાઈ છગનભાઈ વસાવા રહે.કોસમડી ઝુંડી ફળિયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ, નિલેષકુમાર બાબુભાઈ પટેલ રહે.એ/૩૭ સાંઈ વાટીકા સોસા. કોસમડી ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ, ઉમેશ દગડુ કવડે રહે, મકાન નંબરર૧ સહયોગ રેસીડેન્સી કોસમડી તા. અંકલેશ્વર જી.ભરૂચ, રમેશભાઈ ભાણીયાભાઈ વસાવા રહે.કોસમડી ગામ ટેકરી ફળિયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ, નિલેશભાઈ મુકેશભાઈ વણઝારા રહે.મ.નં.૩૦૬ અંબર હાઈટ્સ કોસમડી ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચની ધરપકડ કરી છે જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories