New Update
/connect-gujarat/media/media_files/2025/07/19/bharuch-lcb-2025-07-19-17-33-46.jpg)
ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વીફ્ટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જુના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પ્રતિન હોટલ પાસે આવેલ આસોપાલવ હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં ડીકીમાંથી વિદેશી દારૂની 1489 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 7.20 લાખનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 10.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસિડેન્સીમાં રહેતો ચિરાગ રસીક સુદાણીને પકડી પાડ્યો હતો.જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલીયાએ તેને જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા વિદેશી દારૂનું વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી વિદેશી દારૂ પહોંચાડી આપવાના 10 હજાર ટીપ આપે છે.તેવું કહેતા ચિરાગ સુદાણીએ હા કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર આપી ગયો હતો.અને જે કાર આગળ રાકેશ શેખલીયા પાઈલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.