અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રાની ક્રિષ્ના પાર્ક સોસા.માંથી રૂ.1.64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતની 1428 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી

New Update
Kapodra Village Seize Foreign Liqour
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં કાપોદ્રા પાટીયા નજીક આવેલ ક્રીષ્ના પાર્ક સોસાયટીમાં મકાન નંબર ૬૬માં રહેતો નીરજ માંગીલાલ ચાવલાએ મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે
પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતની 1428 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.આ મામલામાં પોલીસે નીરજ ચાવલાની ધરપકડ કરી અન્ય 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે