New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અંકલેશ્વર નજીક હાઇવે પરથી ઝડપાયો દારૂ
કારમાં થતી હતી દારૂની હેરાફેરી
કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો દારૂ
રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એલસીબીએ મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ ૭.૩૨ લાખના મુદ્દામાલ કબજે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ આઈ-૨૦ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલદ ટોલ પ્લાઝા થઇ ભરૂચ આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૨૭ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૧ લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ ૭.૩૨ લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરીફ એહમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.જેની વિદેશી દારૂ અંગે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી કલબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાન,નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાન મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો.
અને બુટલેગર નવાબ દિવાન સ્કોર્પિયો ગાડી લઇ તેના સાથે પાયલોટીંગ કરતા આવ્યો હોવા સાથે તેને મુલદ ટોલ નાકા તરફથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું.પોલીસે સગા ભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહીત તેઓની માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: જંબુસરના MLA ડી.કે.સ્વામી અંગે કોંગ્રેસના આગેવાનની વિવાદિત ટિપ્પણી, કહ્યું બાવાને......!
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે તેઓને પત્ની અને છોકરાઓ નથી માટે તેમને ઘરની જવાબદારી નો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ભરૂચ: સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો
સુરત : ગંભીર તાવની બીમારીમાં સપડાયેલી 7 વર્ષીય બાળકીનું મોત,પરિવાર શોકમગ્ન
ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય
સુરત : વિસ્પી ખરાડીએ 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સેકન્ડ સુધી પકડીને નોંધાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
શેરબજારમાં શરૂઆતના કારોબારમાં ઉછાળો, રિલાયન્સ અને ICICI બેંકના શેરમાં ખરીદી..!