New Update
અંકલેશ્વરમાં કોંગ્રેસના આગેવાનોની તંત્રને રજુઆત
નોટી.ના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવાયું
મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકવા માંગ
જીઆઇડીસીમાં પ્રતિમા મુકવા કરાય રજુઆત
અંકલેશ્વર નોટીફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તંત્રને રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં સ્વ.એહમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહયું છે. તેમણે અંકલેશ્વરના નાગરિકોના હિત માટે અનેક કામગીરી કરી હતી અને લોકો માટે હંમેશા મદદરૂપ બન્યા હતા.
તેમની યાદમાં જી.આઈ.ડી.સી. અંકલેશ્વર નોટીફાઇડ રેહણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી આવતી પેઢીઓ પણ તેમની સેવા અને કાર્યને યાદ રાખી શકે તેવી માંગ કરવામાં આવી છે.સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નોટીફાઇડ એરીયા કોંગ્રેસના પ્રમુખ જીવણ સાવલિયા,મહામંત્રી શૈલેષ પ્રજાપતિ,સંજયસિંહ રાજ મનુભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories