અંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્ક નું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને  આવેદનપત્ર

New Update
IMG-20250310-WA0076
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્ક નું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને  આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Advertisment
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર  નોટીફાઈડ અધિકારી ને આજરોજ લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજુઆત કરી હતી. જેમાં ગત 4 જાન્યુઆરી 2025 ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જોગર્સપાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી.જેને ધ્યાને લઇ નોટીફાઈડ વિભાગ અને તેમજ એ.આઈ.એ દ્વારા સત્તાવાર રીતે જોગર્સપાર્ક નું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દૂ ધર્મ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું
Advertisment
Latest Stories