New Update
અંકલેશ્વરમાં ભરાય છે હાટ બજાર
અંદાડા,કોસમડી અને છાપરા ગામે હાટ બજાર ભરાય છે
ગંદકી અને અન્ય પ્રશ્ને હાટ બજાર બંધ કરવા મામલતદારે કર્યો હતો હુકમ
મનાઈ હુકમ છતા હાટ બજારો ધમધમતા નજરે પડયા
અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા
ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોલની ભૂમિકા સમાન અંકલેશ્વરના અંદાડા, છાપરા અને કોસમડી ગામમાં હાટ બજાર ભરાય છે.જે ત્રણેય ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરતો હુકમ અંકલેશ્વર મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે.ત્રણ ગામમાં મંજૂરી વિના ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસ, તલાટી ક્રમ મંત્રીને તાકીદ કરવામાં આવી છે.મંજૂરી વિનાના હાટ બજારમાં ચોરી,ગંદકી સહીત અનેક સમસ્યાથી લોકો પરેશાન હોવાની બુમો ઉઠી રહી છે.મંજૂરી વિના ચાલતી આ હાટ બજારો બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ શુક્રવારે અને શનિવારે આ હાટ બજારો ધમધમતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તંત્ર આ ત્રણેય હાટ બજારો બંધ કરાશે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદરૂપ આ હાટ બજારો ચાલુ રખાશે તે જોવું રહ્યું
Latest Stories