New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વિકાસ સપ્તાહની કરાય ઉજવણી
નગર સેવા સદન દ્વારા ઉજવણી
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસનના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનાર આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ બાદ શારદા ભવન ટાઉન હોલમાં પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો તો સાથે જ સફાઈ કર્મીઓને પણ સેફટીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડીયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories